મોરબી : આગામી તારીખ 3 માર્ચના રોજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 1990 અને 1992માં અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણમાં કાર સેવા કરનાર કાર સેવકોનો સન્માન સામારોહ યોજાશે.અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણમાં વર્ષ 1990 તથા 1992માં કાર સેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે ત્યારે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 કલાકે મોરબીમાં રહેતા તમામ કાર સેવકોને સન્માનિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી મોરબીના વર્ષ 1990 તથા 1992માં કાર સેવા કરનાર દરેક કારસેવકોએ પોતાના નામ નોંધાવી દેવા સંસ્થા દ્વારા જણાવાયું છે. નામ નોંધાવવા માટે સી.ડી.રામાવત (કારસેવક) મો.નંઃ-૯૧૭૩૫૪૪૨૦૬ અથવા નવીનભાઈ માણેક (કારસેવક) મો.નંઃ-૯૨૨૮૨૨૧૬૦૨ અથવા નેવિલભાઈ પંડિત મો.નંઃ-૯૪૨૯૪૭૧૭૦૧ અથવા ભાવીનભાઈ ઘેલાણી મો.નંઃ-૯૯૨૫૪૯૬૪૮નો સંપર્ક કરવા જણાવાયું છે.