વિવિધ વિભાગની 350 જેટલા સ્ટુડન્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધોમોરબી : વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય તેવા હેતુથી મોરબીની શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજ ખાતે કલા ઉત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા ઉત્સવમાં કોલેજના આર્ટસ વિભાગ, કોમર્સ વિભાગ તથા બી.સી.એ.વિભાગના કુલ 350 જેટલા સ્ટુડન્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા (સ્કેચ), ચિત્ર સ્પર્ધા (પેઇન્ટિંગ, વસુધૈવ કુટુમ્બકમ), માચી વર્ક અને ભરત કામ, સ્વરચિત કાવ્યલેખન, મહેંદી સ્પર્ધા (ટ્રેડિશનલ), મહેંદી સ્પર્ધા (ફેન્સી), મટકી ડેકોરેશન, સલાડ ડેકોરેશન, હેર સ્ટાઈલ ડેકોરેશન, વેસ્ટ માંથી બેસ્ટ, હેન્ડરાઇટિંગ (Cursive), હેન્ડરાઇટિંગ (ગુજરાતી લેખન), વક્તૃત્વ સ્પર્ધા જેવી જુદી-જુદી 13 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટ્ને કોલેજ તરફથી કલાઉત્સવ 2024ના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં તેમજ જુદી જુદી 13 સ્પર્ધાઓમાં 38 જેટલાં સ્ટુડન્ટ્સનો ટોપ 3 માં સમાવેશ થયેલ હતો તે તમામ સ્ટુડન્ટ્સઓને કોલેજ તરફથી સુંદર શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા, આર્ટસ વિદ્યાશાખાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મનહરભાઈ શુદ્રા તથા આર્ટ્સ, કોમર્સ તથા કમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.