મોરબી : મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ દ્વારા વર્ડ માસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કોલેજો વચ્ચે આંતર કોલેજ અંગ્રેજીના શબ્દ ભંડોળની સ્પર્ધા યોજાઈ હતી.મોરબી ખાતે જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે યોજાયેલ અનોખી શબ્દ સ્પર્ધામાં શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજની વિદ્યાર્થીની ફીચડીયા મહેક, મદભાણી આયુષી, મારૂ ધારા વિજેતા બન્યા હતા. આ તકે જે.એ.પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. પી. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ અંગ્રેજી ભાષામાં અભિરૂચી કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ડો. આર.ડી.કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આરતી રોહન દ્વારા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ખુબજ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.