ગ્રામજનોએ કેમિકલ કદળો ઠાલવતા ટેન્કરને પકડી પોલીસ પ્રદુષણ નિયંત્રણ બોર્ડને દોડતું કર્યુંધારાસભ્ય કાંતિલાલ પણ મેદાને આવ્યા, ટેન્કર વાળો નિર્દોષ હોવાનો વીડિયો સંદેશ વહેતો કર્યોhttps://youtu.be/7F2OqBuiD8wમોરબી : મોરબી તાલુકાના ઘૂંટુ નજીક ગઈકાલે મોડી રાત્રે એક ટેન્કર ચાલક કેનાલમાં હાનિકારક કેમિકલનો કદળો ઠાલવતો હોવાની જાણ થતા ઘૂંટુ ગામના જાગૃત નાગરિકોએ હલ્લાબોલ કરતા ટેન્કર ચાલક નાસી ગયો હતો અને બાદમાં ટેન્કરને ઘૂંટુ ગ્રામપંચાયત કચેરીએ લાવી પોલીસ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા શંકાસ્પદ કેમિકલના નમૂના પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવ મામલે મોરબી - માળીયા ધારાસભ્ય પણ ટેન્કર માલિકના કોઈ કોન્ટ્રાકટરના બચાવમાં આવી વીડિયો સંદેશ મારફત ટેન્કર માલિક નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે જીજે - 14 - એક્સ - 2590 નંબરનો ટેન્કર ચાલક ઘૂંટુ ગામની કેનાલ નજીક હાનિકારક કેમિકલનો કદળો કેનાલમાં ઠાલવી રહ્યો હોવાનું ધ્યાને આવતા ઘૂંટુ ગામના જાગૃત નાગરિકો બનાવ સ્થળે એકત્રિત થઈ જતા ટેન્કર ચાલક ટેન્કરને થોડે આગળ ખુલ્લી જગ્યામાં કેમિકલ ઠાલવી ટેન્કર રેઢું મૂકી નાસી ગયો હતો.બીજી તરફ મોટી સંખ્યામાં ઘૂંટુ ગામના જાગૃત લોકો એકત્રિત થઈ જતા આ ટેન્કરને ઘૂંટુ ગ્રામપંચાયત ખાતે લાવી તાલુકા પોલીસ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા બન્ને વિભાગો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટેન્કરમાં રહેલા કેમિકલ યુક્ત કદળાના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું.બીજી તરફ લોકોએ કેનાલમાં જાહેરમાં કેમિકલ યુક્ત કદળો ઠાલવતા રંગે હાથ ઝડપી લીધેલા ટેન્કર મામલે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલની પ્રતિક્રિયા સામે આવી છે. કાંતિલાલે વીડિયો સંદેશો મોકલી કોન્ટ્રાકટર નિર્દોષ હોવાનું જણાવી લોકોને ખોટી હેરાનગતિ ન કરવા પણ જણાવતા આશ્ચર્ય સર્જાયું છે.