યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૦૯થી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીને 'વિશ્વ સામાજિક ન્યાય દિવસ' તરીકે ઉજવવામાં આવે છેમોરબી : સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે 'વિશ્વ સામાજિક ન્યાય દિવસ' ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૦૯થી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીને 'વિશ્વ સામાજિક ન્યાય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં સામાજિક અન્યાયની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને સુધારાઓ અને ઉકેલો માટે પ્રયત્નો કરવાનો છે. સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશિતા એ તમામ સમાજોના મૂળભૂત મૂલ્યો છે. આ દિવસનું લક્ષ્ય લિંગ, જાતિ, ભેદભાવ, વગેરે અવરોધોને દૂર કરવા સમગ્ર વિશ્વની સામાજિક ન્યાયની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને સમસ્યાના ઉકેલો અને સુધારણાઓ પર ધ્યાન આપવામાં આવે તે છે.ગુજરાત સરકારે વિકાસના પાંચ સ્તંભ આધારીત વિકસિત ભારત @ ૨૦૪૭ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું રૂ. ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર રજુ કર્યું છે, જેમાં પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષાનો રાખવામાં આવ્યો છે. આ બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૬૧૯૩ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.સરકારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં સંત સુરદાસ યોજનાનો લાભ, બી.પી.એલ. કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં નિ:શુલ્ક મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ ૧૦૦% નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. આ તમામ નિર્ણયોનો અમલ કરવા માટે યોગ્ય નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે. પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવામાં આવે છે. સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાન બાદ કુટુંબને સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લઇ શકાય તે માટે સરકાર દ્વારાhttps://esamajkalyan.gujarat.gov.in/ ઈ-સમાજકલ્યાણ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર યોજનાઓને લગતી માહિતી અને ફોર્મ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.