મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથીએ જયા એકાદશી ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યા એકાદશી વ્રત 20 ફેબ્રુઆરી, મંગળવાર એટલે કે આજે છે. જયા એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિ- વિધાનથી પૂજા કરવામાં આવે છે.હિન્દુ શાસ્ત્રોમાં દરેક તિથીનું અલગ-અલગ મહત્વ છે. તેમા પણ એકાદશીનું તો વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિના સૂર્યોદયથી દ્વાદશી તિથિના સૂર્યોદય સુધી તમામ એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણુ બારસની તિથિના સુર્યોદય પછી જ કરવામાં આવે છે.જયા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે. જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં કરવામાં આવ્યો છે. પદ્મ પુરાણ મુજબ જયા એકાદશી પ્રાણીના આ જન્મ તથા પૂર્વ જન્મના સમસ્ત પાપોનો નાશ કરવામાં ઉત્તમ તિથિ છે. શાસ્ત્રો પ્રમાણે જે લોકો જ્યા એકાદશીનું વ્રત કરે છે તેમને પ્રાણીને ક્યારે પિશાચ અથવા ભૂત-પ્રેતની દુનિયામાં પ્રવેશ કરવો પડતો નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આ વ્રતનું પાલન કરવાથી ભક્તને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલુ ફળ મળે છે.