મોરબી : મોરબીની નટરાજ ફાટક નજીક ટ્રેનની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરથી મોરબી ગતરાત્રીના ડેમુ ટ્રેન આવી રહી હોય જે નટરાજ ફાટક પાસે રેલ્વે ટ્રેક પર અંદાજે 40 વર્ષના પુરુષ ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હતું. જોકે મૃતકની ઓળખ થઇ શકી નથી. આ મામલે રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.