મહિલા આરોપીએ દારૂ મંગાવ્યાનુ ખુલતા ચાર વિરુદ્ધ ગુન્હો દાખલમોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાંથી બાતમીને આધારે દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર મહિલાનું નામ ખોલાવી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટમાંથી શંકાસ્પદ હાલતમાં જીજે - 3 - બીયું - 7377 નંબરની રીક્ષા અટકાવી તલાશી લેતા રીક્ષામાંથી રૂપિયા 9000ની કિંમતના 450 લીટર દેશી દારૂના જથ્થા સાથે મૂળ બિહાર અને હાલ રાજકોટ જંગલેશ્વરમાં રહેતા આરોપી કુંદનકુમાર ગૌરીશંકર સિંહ, મુળ મધ્યપ્રદેશ અને હાલ રાજકોટના નારણસિંહ કામતપ્રસાદ ધોહરે અને ફૈઝલ ઉર્ફે ફેઝલો ફિરોજભાઈ સેડાત રહે.માળીયા ફાટક મોરબી વાળાને ઝડપી લઈ રૂપિયા 50 હજારની સીએનજી રીક્ષા સહિત 59 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓએ દેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતી ફરઝાનાબેન એજાજભાઈ ચાનીયાને આપવા આવ્યા હોવાનું કબુલતા ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.