મોરબી : મોરબીના બરવાળા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં દોડ, લાંબી કુદ સહિતના એથ્લેટિક્સ વિભાગમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા હવે રાજ્યકક્ષાએ મોરબીનું નામ રોશન કરશે.બરવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અશ્વિનભાઇ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં આશિષ પંસારાએ 1500 મી. દોડમાં પ્રથમ નંબર, વર્ષા વસુનિયાએ 100 મી. દોડ અને લાંબી કુદમાં પ્રથમ નંબર અને વિશ્વા વડાવિયાએ લંગડી ફાળ કુદમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળા અને પરિવારનું નામ રોશન કરેલ છે. અગામી સમયમાં આશિષ અને વર્ષા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. શાળા પરિવારે સૌ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે.