મોરબી : ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રોજ બિરાજમાન થયા છે. આ પવિત્ર ભૂમિ ઉપર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર ભાઈઓ દર વર્ષે મોટી સંખ્યામાં અયોધ્યા જશે. પણ ત્યાં ભીડ એટલી બધી હશે રહેવા માટે હોટેલ અથવા બીજાનાં આશરે રહેવું પડશે. જેથી અયોધ્યા ધામે સૌરાષ્ટ્ર પાટીદાર ભવન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના માટે પહેલા જમીન લેવી પડે,ત્યાં અત્યારે દિવસે દિવસે જમીનનાં ભાવ ઘણા વધતા જાય છે. તો આ આયોજન માટે મોરબીમાં એક મહાસભાનું તા. 21ને રાત્રે 8:30 કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર રોડ ખાતે આયોજન કરેલ છે. અહીં રાત્રે 1 કલાક રામ ધુન ત્યારપછી મહા સભા અને ત્યાર બાદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.