મોરબી : મોરબી જિલ્લા મજુર સંઘની સામાન્ય સભા સહ જિલ્લા સંમેલન મોરબી ખાતે મેરીટાઇમ બોર્ડ કચેરીના સંકુલમાં આવેલ જિલ્લા કાર્યાલય ખાતે રાજકોટ વિભાગ સંગઠન મંત્રી વિપુલભાઈ વ્યાસ અને મોરબી જિલ્લા પ્રભારી સમીરભાઇ જોશી, મોરબી જિલ્લા પ્રમુખ ડી એન ઝાલા, જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ અને જિલ્લા મંત્રી વલ્લભભાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્ર વિભાગોમાંથી આશરે 35 થી વધારે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં વિપુલભાઈ વ્યાસ દ્વારા મોરબી જિલ્લાની વર્ષ 2023ની કારોબારીનું વિસર્જન કરીને વર્ષ 2024 માટેની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવેલ હતી. જેને ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ સહર્ષ સર્વાનુમતે સ્વીકારેલ હતી.વિપુલભાઈ વ્યાસ દ્વારા આગામી કાર્યક્રમો અને સંગઠન બાબતે પ્રેરક વક્તવ્ય આપેલ.વર્ષ 2024ની નવી કારોબારીમાં પ્રમુખ તરીકે ડી એન ઝાલા - એસટી વિભાગ, જિલ્લા મંત્રી તરીકે મહાદેવભાઈ પ્રજાપતિ -મધ્યાન ભોજનની નિમણૂક કરવામાં આવેલ હતી. જ્યારે સહમંત્રી તરીકે પ્રણવભાઈ એન ઠાકર કારોબારી સભ્ય તરીકે ચંદ્રકાંત વ્યાસ અનેબળવંત સનાલિયા અને મહાદેવભાઈ ડી ઊંટવાડીયાની જીલ્લા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.