મોરબી : માળીયા મિયાણા ખાતે ત્રણ રસ્તા નજીક બાઈક નંબર જીજે - 36 - એડી - 4700 લઈને જઈ રહેલા રફીકભાઈ હારુનભાઈ મોવરના બાઇકને પાછળથી ટક્કર મારી આરોપી ટ્રક ટ્રેઇલર નંબર જીજે - 12 - બીટી - 0783ના ચાલક અલ્તાફ જાનમામદ સાપયાએ અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનું આગળનું ટાયર ફરિયાદી ઉપર ચડાવી દઈ ઇજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.