ટંકારા : ટંકારાના શ્રી અમરમાં આશ્રમ મુકામે આગામી તારીખ 9/4/2024ને મંગળવારથી શ્રી રામદેવ રામાયણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રી અમરમાં આશ્રમ, શીતળા માતાની ધાર કોઠારીયા રોડ, ટંકારા મુકામે તારીખ 9/4/2024 થી 17/4/2024 સુધી દરરોજ સવારે 8:00 થી 11:30 તેમજ બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી યોજાશે.અમરમા આશ્રમના લાભાર્થે આયોજિત રામદેવ રામાયણ સપ્તાહમાં કથા શ્રવણ કરવા પધારતા તમામ શ્રોતાઓ માટે રહેવાની તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા દરમિયાન દરરોજ રાત્રે ધુન ભજનનો કાર્યક્રમ યોજાશે તેમજ તારીખ 13/4/2024ને શનિવારના રોજ રામામંડળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર સંજયગીરી ગોસાઈ (કાટમાંવાળા) બિરાજમાન થઈ કથાનું સુમધુર સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથા દરમિયાન પોથીયાત્રા, અજમલજી મીનલદે ચરિત્ર, રામદેવ-વિરમદેવ પ્રાગટ્ય ચરિત્ર, ભેરવાનો ઉદ્ધાર ચરિત્ર કથા, રામદેવ વિવાહ, શ્રી ગત ગંગાના સંતોની કથા, રામદેવપીરની જાજમ, રામાપીરનો ધર્મ પ્રચાર તથા રામદેવપીરની સમાધી સહિતના પ્રસંગો ઉજવાશે.કથામાં મહંત કરસનદાસબાપુ ગુરુ સેવાદાસબાપુ - પરબ, મહંત રાજેન્દ્રબાપુ ગુરુ કરસનદાસબાપુ - તોરણીયા, મહંત બિહારીદાસબાપુ ગુરુ કરસનદાસ બાપુ - માલણકા, મહંત કાળીદાસબાપુ ગુરુ સીતારામબાપુ - પાદરીયા, મહંત ઘેલારામબાપુ, પૂજ્ય રામદાસજીબાપુ ગુરુ કરસનદાસબાપુ - હરિધામ રણુજા મંદિર ખજુરી, મહંત મનહરદાસબાપુ ગુરુ જેરામદાસબાપુ - પાદરીયા, મહંત રામદાસબાપુ - અલિયાબાળા, મહંત મેહુલદાસબાપુ - નકલંકધામ હડમતીયા, મહંત બળવંતદાસબાપુ - આશુદ્ધા હનુમાન, મહંત ભરતદાસબાપુ બાણગંગા વગેરે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કથા શ્રવણનો તમામ ભાવિક ભક્તજનોને લાભ લેવા મહંત ગરીબદાસબાપુ ગુરુ નરસિંહદાસબાપુ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.