સંતો મહંતોની હાજરીમાં 24 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યામોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આજે સોમવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સંતો - મહંતોની હાજરીમાં 24 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા અને દિકરીઓને કરિયાવરમાં સોના-ચાંદી અને પુસ્તકો સહીતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.મોરબીના નવલખી રોડ પર આવેલ બાગબાન પાર્ટી પ્લોટ ખાતે પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો સાતમો સમૂહ લગ્ન યોજાયો હતો આ. સમૂહ લગ્નમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના 24 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહલગ્નમાં મહામંડલેશ્વર શિવરામદાસબાપુ તેમજ કાર્યક્ર્મના અધ્યક્ષ કાંતિભાઈ કાનજીભાઈ ભલસોડ, સહ અધ્યક્ષ કાંતિભાઈ ખોખર, ચંદુભાઈ ભલસોડ સહિતેના જ્ઞાતિ અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા.સમૂહ લગ્નમાં દિકરીઓને સોના - ચાંદી, પુસ્તકો સહીતની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ અમિતભાઇ મચ્છોયા, ભરતભાઈ જાદવ, પરેશ મંડલી, હસમુખ મચ્છોયા, વિપુલ જોગીદાસ, હિતેશ ભલગામાં, મનીષ ભલસોડ, શિવ નગવાડીયા, જયદિપ મચ્છોયા, મનીષ મચ્છોયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.