હળવદ : મોરબી જિલ્લાના હળવદમાં આવેલી સદભાવના શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીએ હળવદ તાલુકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત JEE મેઈન્સ પરીક્ષામાં 99.80 PR મેળવીને સમગ્ર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે.સદભાવના શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી મેહુલ રમેશભાઈ પરમારે JEE મેઈન્સ- 2024ની પરીક્ષામાં 99.80 PR સાથે સમગ્ર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે મેહુલ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.