એસઓજી પોલીસ ટીમે ફોટો પાડવા માટે હથિયાર આપનાર શખ્સને પણ દબોચી લઈ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી મોરબી : આજકાલ સોશિયલ મીડિયામાં સીનસપાટા નાખવા લોકો અવનવા પેતરા રચી રહ્યા છે ત્યારે મોરબીમાં સીરામીક ટ્રેડિંગનો ધંધો કરતા શખ્સે પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ રીવોલ્વર સાથેના ફોટા ઇન્સ્ટગ્રામમાં અપલોડ કરતા મોરબી એસઓજી ટીમે હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર શખ્સ તેમજ ફોટા પાડવા માટે હથિયાર આપનાર લાયસન્સ ધારક વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી બન્નેને દબોચી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પોલીસ ટીમે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ ઇન્સ્ટગ્રામ આઈડી ઉપર રિવોલ્વર સાથે ફોટા અપલોડ કરનાર સીરામીક ટ્રેડિંગના ધંધાર્થી આરોપી મયુરભાઇ શાંતીલાલ વડસોલા, રહે.અવની ચોકડી ,મધર પેલેસ એપાર્ટમેન્ટ તેમજ ફોટા પાડવા માટે પોતાનું પરવાના વાળુ હથિયાર આપનાર સીરામીક ટ્રેડિંગના ધંધાર્થી આરોપી નિશીતભાઇ રમેશભાઇ પટેલ, રહે.ફ્લોરા હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી વાળાને અટકાયતમાં લઈ બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.