લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન, દિવ્ય શક્તિધામ અને સત્યમ સેવા ફાઉન્ડેશનનું આયોજનમોરબી : મિતાણામાં રાજકોટ-મોરબી હાઇવે ઉપર બહુચર માતાજીના મંદિરે તા.18ને રવિવારના રોજ લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન, દિવ્યશક્તિ ધામ અને સત્યમ સેવા ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેક અપ અને સેનેટરી પેડ વિતરણ કેમ્પ યોજાશે.કેમ્પનો સમય સવારે 9:30થી 12 વાગ્યા સુધીનો રહેશે. જેમાં ફ્રી ચશ્મા વિતરણ, ફ્રી ડાયાબીટીસ ચેક-અપ, ફ્રી દવા વિતરણ, ફ્રી સેનેટરી પેડ વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમાં મોતિયો, ઝામર, વેલ, ત્રાસી આંખ, નજીકના નંબર, આંખના નંબરની તપાસ, બ્લડ પ્રેસર, હદયને લગતા રોગો, તાવ, શરદી, ઉધરસ, સ્ત્રીને લગતા રોગો, જુના હઠીલા રોગોનું નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન કરવામાં આવશે.