કિશોર ચીખલીયાના પત્ની જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય, અનેક વખત પક્ષ બદલ્યો, છતાં પ્રમુખ પદ સોંપાયું હોવાથી કાર્યકરો અને જૂના આગેવાનોમાં ભરપૂર નારાજગી : જયંતિભાઈ પટેલ આકરા પાણીએમોરબી : કિશોરભાઈ ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા કોંગ્રેસમાં ભડકો થયો છે. પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે જ આ મામલે વિરોધ નોંધાવી તેઓએ પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આવતીકાલે તેઓ જાહેરમાં આ બાબતે મુદાસર વિગતો રજૂ કરી વિરોધ નોંધાવવાના છે.આ મામલે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે કિશોરભાઈ ચીખલીયાના પત્ની અત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે. અગાઉ અનેક વખત કિશોરભાઈએ પક્ષ પલટો કર્યો છે. જેને પગલે જિલ્લાભરમાં આ નિમણુંકને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ ફાટી નીકળ્યો છે.વધુમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે પાંચેક જેટલા યોગ્ય ઉમેદવારોના નામ ગયા હતા. પણ લલિતભાઈ કગથરા અને જાવીદભાઈ પીરઝાદા આ બન્ને આગેવાનોએ કિશોરભાઈ ચીખલીયાનું નામ આગળ કરાવ્યું છે. આ મામલે પ્રભારી સંદીપજીને રજુઆત પણ કરી છે. અને આવતીકાલે મુદાસર વિગતો જાહેર કરવામાં આવશે.