મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ઓવરબ્રિજ ઉતરતા ટાઈલ્સ ગોડાઉન સામે રોડની સાઈડમાં ઉભેલા યુવાન ઉપર ટેન્કર કાળ બનીને ત્રાટકતા આશાસ્પદ યુવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર ગત તરીકે 14ના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર ઓવરબ્રિજ ઉતરતા ટાઈલ્સ ગોડાઉન સામે કાનાભાઇ કરશનભાઇ પરમાર ઉ.30 નામનો યુવાન ઉભો હતો ત્યારે ટેન્કર નંબર GJ-39-T-6318 ના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા કાનભાઈને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા કાનાભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પિતા કરસનભાઈ દાનાભાઈ પરમાર, રહે-મોટી મોલડી ગામ તા-ચોટીલા –જીલ્લો- સુરેન્દ્રનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.