સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ નહીં કરાવી સીસીટીવી બંધ રાખતા કાનૂની કાર્યવાહીવાંકાનેર : મોરબી જિલ્લામાં ફૂટી નીકળેલા સ્પા ના હાટડાઓમાં કાયદાની જોગવાઈ મુજબ નિયમોનું પાલન થતું ન હોવાનું જગજાહેર છે ત્યારે વાંકાનેર - મોરબી હાઇવે ઉપર રાણેકપર ગામના પાટિયા પાસે આવેલ સ્પર્શ સ્પામાં એસઓજી ટીમે તપાસ કરતા સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ ન કરાવી સીસીટીવી પણ ચાલુ ન હોય એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર્ડ કરાવ્યો હતો.મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર - મોરબી હાઇવે ઉપર રાણેકપર ગામના પાટિયા પાસે હીમાલયા પ્લાઝામાં આવેલ સ્પર્શ સ્પામાં ચેકીંગ કરતા સ્પા સંચાલક આરોપી રવીન્દ્રભાઇ ઉર્ફે લાલો નવીનચંન્દ્રભાઇ સોલંકી, રહે.દરબારગઢ રોડ,સોનીશેરી, વાંકાનેર, તા.વાકાનેર જી.મોરબી વાળાએ સ્પામાં કામ કરતી મહિલાઓની પોલીસમાં નોંધ ન કરાવી સીસીટીવી પણ ચાલુ રાખ્યા ન હોય એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર્ડ કરાવ્યો હતો.