હળવદ : હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઇ કડીવારની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.1 જાન્યુઆરીના રોજ ચોરી કરી લઈ જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.