મોરબી : મોરબી કંડલા બાયપાસ તેમજ વાંકાનેર શહેરમાંથી અલગ અલગ બે કિસ્સામાં તસ્કરો બાઈકની ચોરી કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ અને મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.બાઈક ચોરીના પ્રથમ કિસ્સામાં મોરબી કંડલા બાયપાસ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ પાટીદાર સ્ટોન કારખાનાનાં ગ્રાઉન્ડમાંથી અજાણ્યા તસ્કરો તરુણભાઈ ભાણજીભાઈ અઘારા રહે.જેતપર મચ્છુ ગામ તા-જી મોરબી વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદી ભરતભાઈ બાબુભાઈ પરમારની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો વાંકાનેર શહેરમાંથી ચોરી કરીને લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.