વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે શહેરની પેડક સોસાયટી મેળાના મેદાન નજીકથી આરોપી હરીકૃષ્ણભાઈ મહેશભાઈ મકવાણા નામના યુવાનને વિદેશી દારૂની બે બોટલ તેમજ છ ચપલા સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 1400નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.