ટંકારા : ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામના વતની અને હાલ ઉજ્જૈન રહેતા અમિતભાઇ વિરમગામાના પુત્ર જેનીશ પટેલ (ઉ.વ.11) WKF દ્વારા UAEમાં આયોજીત અન્ડર 14 યુથ લીગ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. આ સ્પર્ધા તા.16થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. આ સ્પર્ધામાં જેનીશ શાનદાર પ્રદર્શન કરે તેવી સૌ કોઈ શુભેચ્છા પાઠવી રહ્યા છે.