મોરબી : સુરત ખાતેના ઠગાઈના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા વિરલ હિમતભાઈ ઇસ્લાણીયા રહે.રવાપર ઘુનડા રોડ નામનો આરોપી હાલમાં મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે રવાપર રોડ ઉપર પ્રકાશ પાન નજીકથી ઝડપી લઈ સુરત પોલીસને હવાલે કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.