વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં આજરોજ વસંત પંચમીના શુભ દિવસે માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આધુનિક યુગમાં આજે વિદ્યાર્થીઓ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા માતૃ-પિતૃ વંદના અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ધોરણ 10 અને 12ના 100 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું વિદ્યાર્થીની બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.આ કાર્યક્રમમાં ડોક્ટર ભાનુબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહી વાલીઓ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કલ્પેન્દુ ભાઈ મહેતા એ પ્રેરણા આપી આચાર્ય તથા વિદ્યાર્થીને તેમના અભ્યાસ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી અને પ્રોત્સાહિત કર્યા હતા. માતૃ-પિતૃ વંદનામાં બધાજ વાલીઓ વિદ્યાર્થીઓ અને ત્યાં બેઠેલા દરેક ભાવવિભોર થયા હતા. વેદ સાહેબ દ્વારા સ્વ લલિતભાઈ મહેતા અને સ્વ રમણિક ભાઈ મહેતા દ્વારા કરેલા સેવા કાર્યોની પ્રશંશા પણ કરવા માં આવી હતી. વિદ્યાર્થીઓ પણ આગળ વધી ડો. ભાનુબેન મહેતાની જેમ પોતાના વતન માટે સેવા કરે તેવું જણાવ્યું હતું. શાળાના આચાર્ય દર્શનાબેન દ્વારા બધા જ ઉપસ્થિત વાલીઓ તેમજ ડો.ભાનુબેન મહેતા ટ્રસ્ટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.