વાંકાનેર : મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની યુવાન પોતાના વતન જવા નીકળ્યા બાદ વાંકાનેર નજીકથી ગુમ થઇ જતા પરિવારજનોએ વાંકાનેર તાલુકા પોલીસ પાસે શોધખોળ માટે મદદ માંગી છે.મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરા જિલ્લાનો વતની 37 વર્ષીય રામપ્રસાદ સૈની ગઈ તારીખ 3 ફેબ્રુઆરીના રોજ પોતાના મિત્રોના રૂમ પરથી 2 હજાર રૂપિયા લઈને વતન જવા નીકળ્યો હતા. પરંતુ 10 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં તેઓ ઘરે પહોંચ્યા ન હોય અને તેમનો ફોન પર પણ સંપર્ક થઈ શકતો ન હોય ચિંતિત પરિવારજનોએ પોલીસ પાસે મદદ માંગી છે. ગુમ થનાર રામપ્રસાદ સૈનીના ભાઈ પંકજ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસને લેખિત રજૂઆત કરીને પોલીસ પાસે મદદ માંગી છે અને જે કોઈને આ વ્યક્તિ જોવા મળે તો મો.નં. 7703909478 અથવા 6307850876 પર સંપર્ક કરવા જણાવાયું છે.