ચંદ્રયાન, કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન, તરતો પુલ અને ગણિતના વિવિધ કોયડાઓ જેવા વિવિધ પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યામોરબી : મોરબીમાં આવેલી નિર્મલ વિદ્યાલય દ્વારા વસંત પંચમી નિમિતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધુ કૃતિઓનું 250થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રયાન , કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન, તરતો પુલ અને ગણિતના વિવિધ કોયડાઓ જેવા વિવિધ પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ સાથે માતૃ-પિતૃ પૂજન અને સરસ્વતી પૂજન જેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યાના વાલીઓ અને વિદ્યાર્થીઓ નો પ્રતિસાદ મળ્યો હતો. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના પરિચયમાં આવે તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી. ગોવિંદભાઇ કલોલા, નિલેશભાઈ કુંડારીયા, રમણીકભાઇ અઘારા અને અમુભાઈ અઘારાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો.