એક્સપોર્ટ બિઝનેસમાં ECGCથી ક્રેડિટ ઉપર માલ આપશો તો નાણાં નહિ ફસાઈ : નિલેશભાઈ જેતપરિયામોરબી : કાગડા બધે જ કાળા હોવાની ઉક્તિ મુજબ સ્થાનિક માર્કેટની જેમ એક્સપોર્ટ બિઝનેસમાં પણ ઉધારીના નાણા ડૂબવાના અનેક કિસ્સાઓ વચ્ચે કેન્દ્ર સરકારના એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફતે જો ક્રેડિટ આપવામાં આવે તો ઉધારી ડૂબવાની શક્યતાઓ નહિવત રહે છે. આવા જ એક કિસ્સામાં મોરબીના એક્સપોર્ટરનું પેમેન્ટ ફસાઈ જતા ઇસીજીસી દ્વારા રૂ.૩૬,૫૩,૦૫૨નું પેમેન્ટ મંજુર કરવામાં આવ્યું હતું.એક્સપોર્ટ બિઝનેશમાં ઇસીજીસી એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે માહિતી આપતા મોરબીના અગ્રણી એક્સપોર્ટર અને કેપેકસીએલના વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ટ્રેડ - ભારત સરકારના મેમ્બર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, તેઓ તમામ એક્સપોર્ટને ઇસીજીસી સિસ્ટમથી જ ક્રેડિટ આપવા અનુરોધ કરી રહ્યા છે.વધુમાં તેઓ ઉમેરે છે કે, એક્સપોર્ટ બિઝનેશમાં ઉધારી ડૂબવાના કિસ્સામાં ઇસીજીસી મારફતે ક્રેડિટ આપવામાં આવી હોય તો પેમેન્ટ ફસાવવાના કિસ્સામાં એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેમેન્ટ ચુકવવામાં આવે છે. જે અન્વયે મોરબીના વેલેન્ઝા સિરામીક એલેએલપી પેઢીના નાણાં વિદેશમાં ફસાઈ જતા ઇસીજીસી દ્વારા ૮૦ ટકા પેમેન્ટ રૂપે રૂપિયા ૩૬,૫૩,૦૫૨ રૂપિયાનો ચેક પેઢીના સંચાલકોને આપવામાં આવ્યો હતો.