મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદના ઘુંટુ નજીકથી અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના એક અજાણ્યો પુરૂષનો મૃતદેહ ગત તા.9ના રોજ મળી આવ્યા બાદ આજદિન સુધી વાલી વારસની ઓળખ ન મળતા મૃતદેહ અંગે જાણકારી આપવા અનુરોધ કરાયો છે.મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમાં સ્કવેર સિરામીક કારખાનામાં આવેલ કુવાના પાણીમાંથી કોહવાયેલ મૃતદેહ તરતો મળી આવેલ હતો. મરણ જનારની લાશનું પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતું.જે લાશ અજાણ્યો પુરૂષ ઉવ-આશરે 30 થી 35 વર્ષ વાળો છે જેના જમણા હાથના કાંડામાં ધાતુનુ કડુ તેમજ લાલ દોરો બાંધેલ છે તથા ડાબા પગમા કાળો દોરો બાંધેલ છે અને કાળા કલરનુ પેન્ટ પહેરલ છે. મરણજનારની લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને ઓળખ સારૂ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. આ અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજાની યાદીમાં જણાવાયું છે.