મોરબી : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ રોજ સવારે 11 કલાકે, રાજકોટ - મોરબી હાઈવે, રામદેવપીરના મંદીરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાની અગાઉની પ્રેસ રિલીઝમાં શરતચૂકથી મોરબી ખાતે ભરતીમેળો યોજાશે એવું પ્રસિદ્ધ થયેલ હતું જેના સ્થળે ટંકારા ખાતે ભરતીમેળો યોજાશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.