વાંકાનેર : વાંકાનેર તાલુકાના કલાવડી ગામની સીમમાં પોતાની વાડી ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડનાર વાડી માલિક ઉપર હુમલો થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં માથાભારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટિયા પાસે વાડી ધરાવતા ફરિયાદી અબ્દુલરહીમ આહમદભાઈ શેરસિયાની વાડી ખેતરમાં આરોપી કૈલાશ લીલાભાઈ સારૈયા પોતાના માલઢોર ચરાવી રહ્યો હોવાથી ફરિયાદી અબ્દુલરહીમભાઈએ ઢોર ચરાવવાની ના પાડતા આરોપી કૈલાસે અબ્દુલરહીમ લાકડી વડે બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.