મોરબી : આગામી 18મી ફેબ્રુઆરીએ મોરબીના ખોખરા હનુમાન મંદિર, બેલાગામ અને ભરતનગર વચ્ચે, મોરબી-2 મુકામે રામાનંદીય સાધુ સમાજનો 20મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં આઠ યુગલો પ્રભુતામા પગલા પાડશે.Kankotri 2024મોરબી - માળિયા વિભાગના શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ દ્વારા આ વર્ષે સતત 20મી વખત સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નના વિવિધ માંગલિક પ્રસંગોમાં તારીખ 17/2/2024ને શનિવારે સાંજે 4:30 કલાકે મંડપ રોપણ, તારીખ 18/2/2024ને રવિવારે સવારે 9:00 કલાકે જાનના સામૈયા, 10:00 કલાકે હસ્તમેળાપ, 11:30 કલાકે ભોજન સમારંભ, બપોરે 1:00 કલાકે આશીર્વચન તથા બપોરે 2:00 કલાકે કન્યા વિદાય કરવામાં આવશે. રામાનંદીય સાધુ સમાજ મહિલા મંડળ - મોરબી શ્રી રામ નાવડી સત્સંગ મંડળની બહેનો સેવામાં કાર્યરત રહેશે. આ શુભ અવસરે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય લલિત કિશોરદાસજી (મોટા મંદિર, લીંબડી) તથા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય માં કનકેશ્વરી દેવી (ખોખરા હરીહર ધામ, બેલા) આશીર્વચન પાઠવશે. અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઉદ્યોગપતિ દેવકરણભાઈ આદ્રોજા, ડો.એસ.કે.રામાવત, ડો.જીગ્નેશભાઈ પી રામાનુજ, લક્ષ્મીદાસ રામાવત, નિલેશભાઈ નિમાવત, મનહરલાલ કુબાવત, ભુપેન્દ્રભાઈ અગ્રાવત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવશે.