કંડલા બાયપાસ ઉપર જોખમી સ્ટંટ કરનાર વ્યક્તિ વિરુદ્ધ એક્શન લેવાશે : એ ડિવિઝન પીઆઇ જાડેજાજોખમી સ્ટંટનો વિડીયો https://youtube.com/shorts/af9RdVM2dRE?feature=shareમોરબી : મોરબીમાં સરાજાહેર બાઈક ઉપર સ્ટંટ કરનારા તત્વો વિરુદ્ધ પોલીસે આકરી કાર્યવાહી કરતા લાંબો સમયથી સ્ટંટબાજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવામાં આજે મોરબીના કંડલા બાયપાસ ઉપર બાઈક ઉપર ડાન્સ સાથે જોખમી સ્ટંટ કરનાર એક યુવાનનો વિડીયો વાયરલ થતા પોલીસ ફરી હરકતમાં આવી છે અને સ્ટંટ કરનાર યુવાન વિરુદ્ધ એક્શન લેવા શોધખોળ શરૂ કરાવમાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આજે સોશિયલ મીડિયામાં મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નવલખી ફાટકથી, વાવડી ચોકડી, પંચાસર ચોકડી અને ભક્તિનગર સર્કલ વાળા રોડ ઉપર જીજે-36-એડી-2703 નંબરના બાઈક ઉપર એક યુવાન જોખમી સ્ટંટ કરવાની સાથે ફૂલ મોજમસ્તીમાં ડાન્સ કરતો હોવાની સાથે ચાલુ બાઇકમાં આરામથી બાઈકની સીટ ઉપર સૂતો હોય તેવા અવનવા પેતરા કરતો નજરે પડી રહ્યો છે.બીજી તરફ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જાહેરમાં જોખમી સ્ટંટ કરતા યુવાનના વાયરલ વિડીયો અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, આ મામલે જીણવટભરી તપાસ કરવામાં આવશે અને જે કોઈપણ વ્યક્તિ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.