ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ રોમાંચિતમોરબી : મોરબીની સરકારી શાળાઓ અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે બિલિયા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.બિલિયા શાળાના શિક્ષકોએ ચાલુ દિવસોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે નહીં એવા શુભ આશય સાથે હાલ મોરબી તાલુકામાં મહર્ષિ દયાનંદની 200 મી જન્મ જ્યંતીની ઉજવણીના ઉપક્રમે રજાઓ જાહેર કરેલ હોય રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ગીરનાર, ઉપરકોટનો કિલ્લો, અડચડી વાવ, નવઘણ કૂવો, પ્રાણી સંગ્રાહાલય, કાગવડ, જલારામ મંદિર વીરપુર વગેરે સ્થળોની મુલાકાત કરાવી હતી. ઇતિહાસ વિષયમાં આવતા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી. તમામ સ્થળોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ખુબજ રોમાંચિત થયા હતા. શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા આચાર્ય કિરણભાઈ કાચરોલા તેમજ તમામ શિક્ષકગણે ખુબજ જહેમત ઉઠાવી હતી.