મોરબી : મોરબીમાં વાહનચોર ટોળકીએ પોલીસની અને પ્રજાની ઊંઘ હરામ કરી દીધી હોય તેવી સ્થિતિમાં શહેરના પંચાસર રોડ ચોકડી અને પીપળીયા ચાર રસ્તા નજીકથી વધુ બે બાઈકની ચોરી કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક અને મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહન ચોરી અંગે બે અલગ અલગ ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે.વાહનચોરીના પ્રથમ કિસ્સામાં મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની રસોઈયા પ્રવીણભાઇ કરશનભાઇ બ્રાહમણનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો પંચાસર ચોકડી નજીકથી ચોરી કરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજા કિસ્સામાં મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તે આવેલ ભગવતી કોમ્પ્લેક્ષના પાર્કીગમા પટેલ પાનની સામેથી અજાણ્યા તસ્કર હેરકટિંગનો વ્યવસાય કરતા અને કાંતિનગરમાં રહેતા બિલાલભાઇ પરબતભાઇ અંસારીની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી કરીને લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.