હળવદ : હળવદ-માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા નજીક GJ.13.AX.8848 નંબરના ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક પોતાનું ડમ્પર ચલાવી ફરિયાદી પરેશભાઈ દેવાભાઈ પંચાલ રહે. સ્ટેટસ એલીજીયમ,વેસ્ટર્ન હાઈટસની બાજુમા, જગતપુર, ગોતા, અમદાવાદ વાળાની માલિકીની આઈ ટવેન્ટી કાર નંબર GJ.01.RJ.4949ને પાછળથી ઠોકર મારી નુકશાન પહોંચાડી બનાવ સ્થળે ડમ્પર રેઢૂ મૂકી નાસી જતા કાર ચાલકે હળવદ પોલીસ મથકમાં ડમ્પર નંબરને આધારે ફરિયાદ નોંધાવી છે.