મોરબી : મોરબીની RAK સિરામિક્સ દ્વારા લાલપરના સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના કર્મચારીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો એક્સપોર્ટ અને લોજીસ્ટિકની ટીમ વચ્ચે યોજાયો હતો. આ ફાઈનલ મુકાબલામાં એક્સપોર્ટ ટીમ ભવ્ય રીતે વિજેતા બની હતી. ફાઈનલ મેચ પછી મેન ઓફ મેચ તરીકે ઈમરાન હેરંજા અને મેન ઓફ ધ સિરીઝ તરીકે અભિષેક ગડારાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન એચઆર એડમીન ઓફિસર સંજય ગૌસ્વામી તેમજ સરફરાઝ આંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજન કરવા બદલ સમગ્ર કર્મચારીઓએ એચઆર એડમીનનો આભાર વ્યક્ત કર્યો હતો.