વાંકાનેર : વાંકાનેરના રામચોક વિસ્તારમાં અગાઉ બાઈક સામસામા ટકરાઈ જવાના જુના ઝઘડામાં બે શખ્સોએ મંડપ સર્વિસના ધંધાર્થી ઉપર હુમલો કરી કિચેઇનની નાનકડી છરી વડે આંખ અને ગળા પાસે ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર દિવાનપરામાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી અમિતભાઈ ભરતભાઇ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં વાંકાનેર વેલનાથ પરામાં રહેતા આરોપી શૈલેષ જયંતીભાઈ કોળી અને રાહુલ વિજયભાઈ ઉઘરેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છએક માસ પહેલા આરોપીઓ સાથે તેમનું બાઈક ટકરાયું હોય જુના ઝઘડાનો ખાર રાખી ગઈકાલે અમિતભાઇ વાંકાનેર રામ ચોક ખાતે હતા ત્યારે બન્ને આરોપીઓએ આવી ઝઘડો કરી તેમના કિચેઇનમાં રહેલી છરી વડે આંખ પાસે તેમજ ગળાના ભાગે છરકા કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કર છે.