ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતી, જ્ઞાન જ્યોતિ પર્વ, સ્મરણોત્સવમાં વિચાર નિર્માણ ફાઉન્ડેશન હેઠળ સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણના પ્રસંગો પર આધારિત બાળકો, યુવાનો તેમજ વડીલો માટે પ્રેરણાદાયી ફિલ્મ પ્રદર્શન કરવામાં આવી રહી છે. તેમના જીવન કવન પર બનેલી ફિલ્મને અલગ અલગ ભાગમાં બતાવવામાં આવી રહી છે. રાજ્યપાલએ રસપૂર્વક આ ફિલ્મ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.