મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આગામી તારીખ 14 ફેબ્રુઆરી ને બુધવારના રોજ મોરબીના નાની વાવડી ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા નાનીવાવડી ગામે 14 ફેબ્રુઆરીએ 26મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પ્રસંગે 13 ફેબ્રુઆરી ને મંગળવારે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત, 14 ફેબ્રુઆરી ને બુધવારે જાન આગમન, સામૈયું, હસ્તમેળાપ, આશીર્વાદ, ભોજન સમારંભ અને કન્યા વિદાયના કાર્યક્રમ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં બહોળી સંખ્યામાં મહેમાનો અને લોકો નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા હાજરી આપશે.