જુના બસસ્ટેન્ડ પાછળ ગાંધીધામ જવાના પોઇન્ટ ઉપર ચાર શખ્સોએ માર માર્યોમોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ ગાંધીધામ કચ્છ જવા માટે પેસેન્જર ભરી રહેલા ઇકો ચાલક સહિત ત્રણ વ્યક્તિને અહીંથી મુસાફરો નહિ ભરવાની ધમકી આપતી ચાર ઈસમોએ માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ પાછળથી ગાંધીધામ કચ્છના પેસેન્જર ભરી રહેલા ઇકો ચાલક આમીરખાન નેકમામદ ભટ્ટી ઉ.26 નામના યુવાનને આરોપી અબ્દુલભાઇ હબીબભાઈ ભટ્ટી, મોહસીન સલીમભાઈ મોવર, અનવરભાઈ રહીમભાઈ મોવર અને ઇમરાનભાઈ રહીમભાઈ મોવર રહે. તમામ મચ્છી પીઠ મોરબી નામના આરોપીઓએ અહીંથી પેસેન્જર ભરવા નહિ તેમજ અહીં ઉભું રહેવું નહિ કહી ઝઘડો કરી માર મારતા ફરિયાદી આમીરખાનનો ભાઈ અને ભાણેજ વચ્ચે છોડાવવા પડતા ત્રણેયને ચાર શખ્સોએ એક સંપ કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે આમીરખાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.