મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્કવેર સિરામિક ફેકટરીના કુવામાંથી અજાણ્યા 30થી 35 વર્ષના યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા યુવાનના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.