ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજુઆત સરકારે ગ્રાહ્ય રાખી મોરબી : મોરબી જિલ્લાના ટંકારા ખાતે યુગ પુરુષ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવાઈ રહી છે તેવા સમયે જ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ટંકારાના ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી નામકરણ કરવા ગુજરાત સરકારમાં રજુઆત કરતા આ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવતા હવે ટંકારાનો ઓવરબ્રિજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નામે ઓળખાશે.ટંકારા - પડધરી મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ટંકારાના ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી નામકરણ કરવા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરતા માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે ઉપર ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતી રાખવાનું ગ્રાહ્ય રાખતા હવેથી ટંકારાનો ઓવરબ્રિજ હવે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના નામે ઓળખાશે.