મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ દ્વારા શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લગધીરનગર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ કાનગડ ઉપસ્થિત રહયા હતા. લગધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ કાવરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાનો સ્ટાફ તથા લગધીરનગરના શાળાના વાલીઓ વગેરેએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આઈ.એમ.એ. મોરબી તથા ડો.વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ:શુલ્ક લોહીનું પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે લગધીરનગર પ્રાથમિક શાળાના સહયોગથી પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.