મોરબી : તાજેતરમાં મોરબી 181 અભયમ ટીમે માનસિક અસ્વસ્થ ભૂલી પડેલી મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું.વાત જાણે એમ છે કે ગત તા.9ના રોજ એક સજ્જન વ્યક્તિએ 181મા ફોન કરીને જણાવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચેલ અને સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ. ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા લાંબા સમયથી અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે, ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ના હોવાથી મહિલાને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ મહિલાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ મહિલાના પતિને સોંપેલ ત્યારબાદ તેમના પતિનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની બે-ત્રણ વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની પત્ની જાણ કર્યા વગર ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં. તેઓ પણ ચિંતિત હતા. બાદમાં 181 ટીમે મહિલાને તેમના પતિને સોંપી અને ભવિષ્યમાં તેમની પત્નીનું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.