મોરબી : મોરબી સીટી લાયન્સ ક્લબ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા તા.10ને શનિવારના સવારે 9:30 થી 12:30 કલાકે વરિયા બોર્ડીંગ, જીલ્લા સેવા સદન સામે, સો ઓરડી ખાતે વિનામુલ્યે પંદરમો નેત્રયજ્ઞ તેમજ આઠમો ઓર્થોપેડિક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.'આ સેવા કેમ્પનાં સૌજન્ય દાતા સ્વ. વાલીબેન બચુભાઈ કુંડારીયા હસ્તે લા. ચંદુભાઈ બી. કુંડારીયા (નીચી માંડલ) રહેશે. આ કેમ્પમાં આવનાર દરેક દર્દીએ આધારકાર્ડ અને આધારકાર્ડની બે ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. તેમજ ઓપરેશન માટે જનાર દર્દીએ એક જોડી કપડાં તેમજ મોબાઇલ નંબર સાથે રાખવાનો રહેશે. મોરબી તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારની જનતા અને સર્વે જ્ઞાતિના દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.