મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે આજે 9 ફેબ્રુઆરી, 2024 છે. ગુજરાતી પંચાંગ મુજબ આજે વિક્રમ સંવત 2080, માસ પોષ, પક્ષ વદ, તિથિ ચૌદશ, વાર શુક્ર છે. આજે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે કે ચોકલેટ ડે છે. ત્યારે જાણો, 9 ફેબ્રુઆરીએ વિશ્વના ફલક પર કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ છે?મહત્વપૂર્ણ ઘટનાઓ1667 – રશિયા અને પોલેન્ડ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.1788 – ઑસ્ટ્રિયાએ રશિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.1801 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાએ લ્યુનેવિલે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.1824 – ઓગણીસમી સદીના પ્રખ્યાત બંગાળી કવિ અને નાટ્યકાર માઈકલ મધુસુદન દત્તાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.1895 – વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામની એક રમત બનાવી જે બાદમાં વોલીબોલ તરીકે ઓળખાઈ.1900 – આંતરરાષ્ટ્રીય પુરુષ ટેનિસ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કરવામાં આવી.1931 – ભારતમાં પ્રથમ વખત કોઈ વ્યક્તિના સન્માનમાં ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.1941 – બ્રિટિશ સેનાએ લિબિયાના દરિયાકાંઠાના શહેર અલ અખિલા પર કબજો કર્યો.1951 – સ્વતંત્ર ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી માટે યાદી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.1973 – બિજુ પટનાયક ઓડિશા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા.1979 – આફ્રિકન દેશ નાઈજીરીયામાં બંધારણ બદલવામાં આવ્યું.1986 – હેલીનો ધૂમકેતુ છેલ્લે આંતરિક સૌરમંડળમાં દેખાયો.1991 – લિથુઆનિયામાં મતદારોએ સ્વતંત્રતા માટે મતદાન કર્યું.1999- યુગાન્ડામાં એઇડ્સની રસી ‘અલવાક’નું પરીક્ષણ, ભારતીય નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત.2001-શિવાનતરા થાઇલેન્ડના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા, ચીન-તિબેટ રેલ્વેની મંજૂરી, તાલિબાન દ્વારા પાકિસ્તાન સાથે પ્રત્યાર્પણ સંધિનો ઇનકાર.2002 – અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ તાલિબાન સરકારના વિદેશ પ્રધાન મુત્તવકીલનું આત્મસમર્પણ.2007- પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી જમાયતી ઉલેમા ઈસ્લામીએ મહમદ અલી ઝીણાને સ્વતંત્રતા સેનાનીની યાદીમાંથી હટાવ્યા.2008 – જાણીતા સામાજિક કાર્યકર અને દલિત લોકોના ભગવાન બાબા આમટેનું નિધન.પાકિસ્તાનને અમેરિકન ચીજવસ્તુઓની સમીક્ષા કરવા સેનેટમાં ઠરાવ રજૂ કર્યો.2009 – સુપ્રીમ કોર્ટે તાજમહલની આસપાસ અને તેની આસપાસના ગેરકાયદે બાંધકામો પર યુપી સરકારને નોટિસ આપી.2010 – ભારત સરકારે બીટી રીંગણની વ્યાવસાયીક ખેતી પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો.2016 – જર્મનીના બાવેરિયા પ્રાંતમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં 12 લોકોના મોત થયા અને 85 લોકો ઘાયલ થયા હતા.પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1907 – વિનોદિની નીલકંઠ, ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર અને બાળસાહિત્ય લેખક (અ. ૧૯૮૭)1911 – બાબુભાઈ જશભાઈ પટેલ, જનતા પાર્ટીના રાજકારણીઓમાંના એક હતા. ગુજરાતના છઠ્ઠા મુખ્યમંત્રી (અ. ૨૦૦૨)1922 - સી.પી. કૃષ્ણન નાયર – ભારતના પ્રખ્યાત હોટેલ ઉદ્યોગપતિ અને ‘હોટેલ લીલા ગ્રુપ’ના સ્થાપક.1929 - અબ્દુલ રહેમાન અંતુલે – ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 8મા મુખ્યમંત્રી.1942 - રાજકુમાર જયચંદ્રસિંહ – મણિપુરના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન હતા.1945 - શ્યામ ચરણ ગુપ્તા – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.1964 - એકનાથ શિંદે – ભારતના રાજકારણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી.1968 - રાહુલ રોય – ભારતીય ફિલ્મ અભિનેતા.1993 - પરિમાર્જન નેગી – ભારતીય ગ્રાન્ડ માસ્ટર ખેલાડી.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1760 - દત્તાજી શિંદે – મરાઠા સેનાપતિ.1852 – દયારામ, ગુજરાતનાં પ્રાચીન કવિ. (જ. ૧૭૭૭)1899 - બાલકૃષ્ણ ચાપેકર – સ્વતંત્રતા સેનાની.1950 - સર અબ્દુલ કાદિર – ન્યાયશાસ્ત્રી, પત્રકાર અને રાજકારણી.1981 - એમ.સી. છાગલા - પ્રખ્યાત ભારતીય ન્યાયાધીશ, રાજદ્વારી અને કેબિનેટ મંત્રી (જ. ૧૯૦૦)1984 - ટી. બાલાસરસ્વતી – ભારતના શાસ્ત્રીનૃત્ય ’ભરતનાટ્યમ’ની પ્રખ્યાત ડાન્સર. (જ. ૧૯૧૮)2006 - નાદિરા – ભારતીય હિન્દ ફિલ્મોની અભિનેત્રી.2008 - બાબા આમટે – પ્રખ્યાત સામાજિક કાર્યકર અને રક્તપિત્તના દર્દીઓની સેવા કરનાર સમાજ સેવક.2012 - ઓ. પી. દત્તા – ભારતીય હિન્દો ફિલ્મોના નિર્દેશક, નિર્માતા અને લેખક. (અ. ૧૯૨૨)2016 - સુશીલ કોઈરાલા – નેપાળના 37મા વડાપ્રધાન.2018 - ચંદ્રશેખર રથ – ઓડિશાના પ્રખ્યાત વાર્તાકાર અને લેખક.2020 - ગિરિરાજ કિશોર – એક પ્રખ્યાત હિન્દી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક.2020 - પી. પરમેશ્વરન – જનસંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ, પીઢ લેખક, કવિ અને પ્રખ્યાત સંઘ વિચારક.2021 - રાજીવ કપૂર – હિન્દી ફિલ્મોના અભિનેતા, જે રાજ કપૂરના પુત્ર હતા.(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)