વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સેમીનારનું આયોજન : જાણીતા વકતા અને લેખક ડૉ.નિમિત્ત ઓઝા આપશે વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શનમોરબી : આગામી ટુંક જ સમયમાં બોર્ડ એટલે કે ધો.10 અને 12 ની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ખુબ જ ભય રહેલો હોય છે જેને લઈને ઘણી વખત તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકતાં ન હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રેમ મળી રહે તે હેતુથી સમસ્ત પ્રજાપતિ સમાજ માટે શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા તા. 11ને રવિવારે બપોરના 3 થી 6 કલાકે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી 2 ખાતે પરીક્ષા એન્ડ પેરેન્ટીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક અને વક્તા ડો. નિમિત્ત ઓઝા પોતાનું વકતવ્ય આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર છે તે દૂર થાય તેવા હેતુથી પ્રજાપતિ સમાજનાં ધો. 9 થી 12 તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત પ્રજાપતિ સમાજના વધુને વધુ જ્ઞાતિજનો આ કાર્યક્રમનો લાભ લેવા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.