મોરબી : ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આવેલી આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે તદ્દન ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ડિગ્રી પાસ આઉટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આસિસ્ટન્ટ લોકો પાઇલટની ૫૬૯૬ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. જેમાં RRB અમદાવાદ માટે ૨૩૮ જગ્યાઓ ભરવાની હોય જે અંતર્ગત આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે મોરબી જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારો અરજી કરે અને રોજગારી મેળવે તે હેતુસર મોરબી જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર અધિકારી, આચાર્ય, જિલ્લા આઈ.ટી.આઈ, મોરબી તથા આચાર્ય સરકારી એન્જિનિયરિંગ અને પોલીટેકનીક કોલેજ, મોરબી દ્વારા તા-૧૩/૦૨/૨૦૨૪ ના રોજ સવારે 10 થી 12 સુધી શિવ હોલ, મોરબી ખાતે ભારત સરકારનાં રેલ્વે ખાતામાં આવેલ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી અંતર્ગત ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવા તદ્દન ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં છેલ્લા પાંચ વર્ષમાં આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ડિગ્રી પાસ આઉટ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદેવારો જોડાઈ શકશે. તેમજ આસિસ્ટન્ટ લોકો પાઇલટની જગ્યાઓની ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને મોરબી જિલ્લાની રોજગાર કચેરી, સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા ( પીપળીયા ચાર રસ્તા ), હળવદ તથા સરકારી એન્જિનિયરિંગ અને પોલીટેકનીક કોલેજ, મોરબી ખાતે ઓન લાઇન અરજી કરી આપવામાં આવશે.ઉમેદવારે સેમિનારમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરવા નીચે આપેલ ગૂગલ ફોર્મની લીંક દ્વારા પોતાની વિગતો ભરવાની રહેશે. લિંક- https://docs.google.com/forms/d/e/1FAIpQLSdBq94zF25Gg1GhuqTJZIRSA7Sxzc2UKrYxBGGsQlM-urwGxA/viewform?usp=sf_link, વધુ માહિતી માટે (૧) આઈ.ટી.આઈ. મોરબી :- ૮૩૨૦૧૬૯૫૯૯ (૨) આઈ.ટી.આઈ હળવદ :- ૯૨૬૫૯૭૬૭૯૩ (3) આઈ.ટી.આઈ.ટંકારા :- ૮૮૪૭૩૦૪૬૭૮ ( ૪ ) આઈ.ટી.આઈ. માળીયા :- ૯૬૨૪૩૭૬૧૩૩ ( ૫) આઈ.ટી.આઈ.વાંકાનેર :- ૯૮૯૮૧૧૧૨૩૫ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.